કોરોના મહામારી ચાલુ હોવાથી ઘણી સંસ્થાઓ અને ઘણા લોકો સમાજની વધુને વધુ સેવા કરી રહ્યા છે. કેટલાક લોકો એવા છે જે દાન આપીને તેમની ભાગીદારી બતાવી રહ્યા છે. આમાં ફિલ્મ સ્ટાર પણ પાછળ નથી રહ્યા. થોડા દિવસ પહેલા જ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનએ કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીના ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ ખાતે શરૂ કરાયેલ શ્રી ગુરુ તેગ બહાદુર કોવિડ કેર સેન્ટરને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ઉત્તર પ્રદેશ લઘુમતી આયોગના સભ્ય સરદાર પરમિન્દર સિંહે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના ૨ કરોડ રૂપિયાના દાનની ટીકા કરી છે.
અમિતાભનું દાન પરત કરવાની માંગ.
બીજી તરફ લઘુમતી પંચના સભ્યએ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિને અને તેના અધ્યક્ષ સરદાર મંજિન્દર સિંહ સિરસાને આપવામાં આવેલા દાનને તાત્કાલિક પરત કરવાની માંગ કરી છે. સરદાર પરવિંદર સિંહનું કહેવું છે કે, “કોવિડની સેવાઓને ધ્યાનમાં રાખીને અભિનેતા અમિતાભ બચ્ચને દિલ્હી શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યુ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હું દિલ્હીની શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને તેના અધ્યક્ષ સરદાર મંજિન્દર સિંહ સિરસાને વિનંતી કરું છું કે ત્રીજા ગુરુના સમયે સમ્રાટ અકબર પણ ગુરુઘરને ઘણી જાગીર અને ગામડાઓ આપવા માંગતા હતા, પરંતુ ત્રીજા ગુરુએ તે સ્વીકાર્યું નહીં કારણ કે તે અકબરની કમાણી નહોતી.”
લઘુમતી પંચના સભ્યએ કહ્યું હતું કે, “આ એ જ અમિતાભ બચ્ચન છે જેમણે 1984માં શીખ રમખાણોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખો સામે રમખાણોને ભડકાવ્યા હતા. લઘુમતી આયોગના સભ્યોનું કહેવું છે કે જો આવી વ્યક્તિ પાસેથી દાન લેવામાં આવશે તો તે શીખ સમાજને શ્રેય નહીં આપે અને તેમના મૂલ્યોની વિરુદ્ધ પણ રહેશે. શીખ સમાજની પૈસાની અછત નથી. અમે દરેક ઘરની સામે જઈને હાથ જોડીને પૈસા માંગીશું, તેથી આવું દાન તાત્કાલિક પરત કરવું જોઈએ. હું વિનંતી કરવા માંગુ છું કે, જો માનવતાવિરુદ્ધ કામ કરનાર કોઈ હોય તો તેની પાસેથી ગુરુઘર એક પણ રૂપિયો ન લો.”