રોગચાળાએ જીવન વીમાનું મહત્વ અનેકગણું વધાર્યું છે. જેઓ વીમાને નકામા ખર્ચ તરીકે અવગણતા હતા તેઓ પણ આજે તેમના પરિવારો માટે આરોગ્ય અને જીવન વીમા સુરક્ષા કવર લઈ રહ્યા છે. હાલમાં કેટલીક વીમા પોલિસીઓ એવી પણ છે જે ઓછી આવક ધરાવતા જૂથ માટે સરળતાથી સુલભ છે. તેમાંથી એક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) છે. મોદી સરકાર આ યોજનામાં જીવન વીમો ખૂબ જ સસ્તા પ્રીમિયમએ આપે છે.
વાસ્તવમાં વર્ષ 2015થી ભારત સરકારે મોટા ભાગના બચત ખાતાધારકો માટે બે સસ્તી વીમા યોજનાઓ શરૂ કરી હતી. પ્રથમ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાછે (PMJJBY) , જેનું પ્રીમિયમ રૂ.330 છે અને બીજું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કોવિડ મહામારી દરમ્યાન 2 લાખ સુધીનું વીમા કવચ મળી શકે છે. PMJJBY માં ૫૫ વર્ષ સુધી જીવન કવચ મળે છે. આ વીમો ત્યારે જ લઈ શકાય જ્યારે બેંકમાં બચત ખાતું હોય.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દરેક ભારતીય માટે છે. આ યોજના હેઠળ ૧૮ થી ૫૦ વર્ષના પુખ્ત વયના લોકોને વીમો મળી શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અન્ય જીવન વીમા જેવી જ છે. નોંધણી માટે બેંક અને જીવન વીમા કંપનીઓ વચ્ચે તેનું જોડાણ છે. પીએમજેજેબીવાયમાં વાર્ષિક પ્રીમિયમ ૩૩૦ રૂપિયા છે. રૂ.2 લાખનું ઇશ્યોરન્સ કવર. તે દર વર્ષે રિન્યુયલ થાય છે. વીમાની મુદત ૧ જૂનથી ૩૧ મે ની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે જો કોઈ પોલિસીધારક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રીમિયમ ચૂકવી શકતો ન હોય તો પણ તે ફરીથી વાર્ષિક પ્રીમિયમ ચૂકવીને તેમાં પરત ફરી શકે છે. જો કે, આ માટે, તેણે તેના સારા સ્વાસ્થ્યની સ્વ ઘોષણા કરવી પડશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 55 વર્ષની ઉંમર સુધી લાઇફ કવર ઉપલબ્ધ છે. આ યોજના અનિચ્છનીય બનાવ પર વીમા કવચ પ્રદાન કરે છે. ધ્યાનમાં રાખો કે કોઈપણ ગ્રાહક આ યોજનામાં ફક્ત એક બેંક એકાઉન્ટ અને વીમા કંપની સાથે જોડાઈ શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં વીમાધારક સાથે અનિચ્છનીય ઘટના બને તો નોમિની ક્લેમ ફોર્મ ડેથ સર્ટિફિકેટ સાથે ભરી શકે છે અને બેંક ખાતું હોય તે બેંક માંથી ક્લેમ લઈ શકે છે. 2 લાખ નોમિનીને ટ્રાન્સફર કરવામાં આવે છે