સગર્ભાવસ્થામાં ખાવા પીવાની કાળજી લેવી પડે છે. થોડી બેદરકારી બાળકને નુકશાન કરી શકે છે. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને કેટલીક ચીજો ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે જ્યારે કેટલીક ચીજોને મર્યાદિત માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
કાચા ઇંડા–
કાચા ઇંડામાં સૈલ્મોનેલ્લા બેક્ટેરિયા જોવા મળે છે. તે ખાવાથી તાવ, ઉબકા, ઉલટી, પેટમાં ગડબડ અને ઝાડા થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ ચેપથી ગર્ભાશયમાં થતાં દુખાવાનું કારણ બની શકે છે, જેનાંથી બાળકનો જન્મ સમય પેહલા થઈ જાય છે .
કોફી
મોટાભાગના લોકો કોફી પીવાનું પસંદ કરે છે, પરંતુ સગર્ભા સ્ત્રીઓને ખૂબ ઓછી માત્રામાં કોફી પીવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સગર્ભા સ્ત્રીઓએ દિવસમાં 200 મિલિગ્રામથી ઓછી કોફી લેવી જોઈએ. કોફી શરીરમાં ખૂબ જ ઝડપથી ઓગળી જાય છે અને પ્લેસેન્ટા સુધી પહોંચે છે. અજાત બાળકમાં મેટાબોલિઝમ એન્ઝાઇમ હાજર નથી, જેના કારણે તેને નુકસાન થઈ શકે છે. ગર્ભાવસ્થામાં વધુ કોફી લેવાથી બાળકનું વજન અને વૃદ્ધિ અટકી શકે છે.
કાચા સ્પ્રાઉટ્સ ( કઠોળ)
સ્પ્રાઉટ્સ ખાવાનું શરીર માટે ખૂબ ફાયદાકારક છે પણ કાચા સ્પ્રાઉટ્સ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. સૈલ્મોનેલા બેક્ટેરિયા ફણગાવેલા કાચા સ્પ્રાઉટ્સમાં ઉગે છે. આ બેક્ટેરિયા કઠોળને ધોયા પછી પણ તેમાં રહે છે. તે વધુ સારું રહેશે કે તમે ગર્ભાવસ્થા દરમિયાન તેમને રાંધીને ખાવ.
જંક ફૂડ –
ગર્ભાવસ્થામાં બાળકના વિકાસ માટે, ફક્ત પોષક ખોરાક જ ખાવું જોઈએ. આ સમયે જંક ફૂડથી દૂર રેહવું જોઇએ. જંક ફૂડમાં પોષક તત્વો હોતા નથી અને તે ખાંડ, ચરબી અને કેલરીથી ભરપુર હોય છે. જંક ફૂડ ખાવાથી વજન ઝડપથી વધે છે અને આ ડિલિવરી વખતે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન, તમારા આહારમાં પુષ્કળ ફળો, લીલા શાકભાજી, પ્રોટીન, ફોલેટ અને આયર્ન શામેલ કરો.