Friday, November 22, 2024

“ગયા વર્ષે કોરોનાની તુલનામાં માર્ગ અકસ્માતોને કારણે વધુ મોત થયા.” _નીતિન ગડકરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે, સરકાર માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગંભીર છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં કોરોના ચેપ કરતાં અકસ્માતોથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. લોકસભામાં પ્રશ્નોત્તરીના સમય દરમિયાન ગડકરીએ કહ્યું કે, અમારી સરકાર માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ખૂબ ગંભીર છે. છેલ્લા એક વર્ષમાં 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.આ કોરોનાને કારણે માર્યા ગયેલ 1.46 લાખ લોકોથી વધુ છે. માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે સરકાર તમામ પગલા ભરશે. તેમણે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતને કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 18 થી 35 વર્ષની વય જૂથના હતા. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માત ભારતમાં થાય છે. આ અકસ્માતો દેશની જીડીપીને 3.14 ટકાનું નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ગડકરીએ એક મોટી જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષમાં ભારત ટોલ બૂથથી મુક્ત થઈ જશે અને સંપૂર્ણપણે જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 93 ટકા વાહનો Fstag ( ફાસ્ટેગ) નો ઉપયોગ કરીને ટોલ ચૂકવે છે, પરંતુ બાકીના 7 ટકા લોકો ડબલ ટોલની ચુકવણી કરવા છતાં તે લીધું નથી.તેમણે કહ્યું કે તેઓ ગૃહને ખાતરી આપવા માગે છે કે દેશના તમામ ટોલ બૂથ એક વર્ષમાં હટાવી દેવાશે. મતલબ કે ટોલ કલેક્શન જીપીએસ દ્વારા થશે. જીપીએસ ઇમેજિંગ (વાહનો પર) ના આધારે ટોલ એકત્રિત કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર