રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,300 પર પહોંચી છે જયારે શુક્રવારે કોરોનાથી રાજકોટ ગ્રામ્યમાં 2 લોકોના મોત નિપજ્યા છે જયારે rmcની હદમાં શૂન્ય મોત નોંધાયા છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 222 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લામાં હાલ કાર્યરત માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 23 છે જેમાં આદમજી રોડ- જસદણ, અવેડા ચોક-ધોરાજી,પ્લોટ વિસ્તાર સમઢીયાળા,તા. ઉપલેટા, ચામુંડા ચોક- જેતપુર, વૃંદાવન શેરી નં.3,માધાપર,તા.રાજકોટનો સમાવેશ થાય છે.સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં 2448 બેડ ઉપલબ્ધ છે.
રાજકોટમાં કોરોનાની સારવાર માટે સમરસ હોસ્ટેલ મહત્ત્વનું કેન્દ્ર બની હતી. ત્યાં પહેલા ક્વોરન્ટાઈન સેન્ટર બન્યું હતું અને ત્યારબાદ કોવિડ કેર સેન્ટર અને પછી ઓક્સિજન લાઈન નાખીને હેલ્થ સેન્ટર પણ બનાવાયું હતું અને એક સાથે 3 સેન્ટર થયા હતા. હાલ કેસની સંખ્યા ઘટતા કોવિડ કેર સેન્ટર પણ બંધ કરાયું હતું.રાજકોટમાં નવા કેસની સંખ્યા છેલ્લા 7 મહિનાના તળિયે પહોંચી છે. કેસની સંખ્યા ઘટવા ઉપરાંત ડિસ્ચાર્જ રેશિયો વધતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. એન્ટીજન કીટથી આજે રાજકોટ ગ્રામ્યમાં 630 ટેસ્ટ કરવામાં આવ્યા.