ભારતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો દેશ અને વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. એટલા માટે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પર છે. બીજી લહેરમાં ભારતમાં એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ નોંધાયા હતા. પ્રથમ લહેર દરમિયાન 16 સપ્ટેમ્બર, 2020ના રોજ દેશમાં 97,000થી વધુ કેસ નોંધાયા હતા. બીજી લહેર પાછળ ભારતમાં ફેલાયેલ અને જોવા મળેલ કોરોના વાયરસના વેરિએન્ટ બી ૧૧૬૭ ને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. તેની સૌથી વધુ અસર ફેફસા પર થાય છે. આના કારણે શ્વાસની તકલીફ અને ઓક્સિજનની અછત જેવી સમસ્યાઓ થાય છે જે દર્દીનો જીવ જવાનું કારણ બને છે. તાજેતરના ભૂતકાળમાં, દેશના લગભગ દરેક રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે અને હોસ્પિટલોની બહાર એક આઘાતજનક દૃશ્ય જોવા મળી રહ્યું છે.
ભારત હાલમાં રોગચાળાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે, સાથે જ ત્રીજી લહેર આવવાની આશંકા છે. મોટાભાગના નિષ્ણાતોએ આશંકાને નકારી રહ્યા નથી કે ભારતમાં ત્રીજી લહેર આવશે. મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં કોરોના રોગચાળાની ત્રીજી લહેર આ વર્ષે સપ્ટેમ્બર પછી આવી શકે છે. સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા પ્રોફેસર અને ડો. જુગલ કિશોર કહેવું છે કે ભારતમાં રોગચાળાની ત્રીજી લહેર આવવાની છે તે મુખ્યત્વે ત્રણ પરિબળો પર આધારિત છે.
પ્રોફેસર કિશોરના મતે, ત્રીજી લહેર પાછળનું એક મુખ્ય કારણ વાયરસનું પરિવર્તન ( વાયરસનું મ્યુટેશન ) હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે વાયરસના મ્યુટેશનનો અર્થ વાયરસમાં થતાં પરિવર્તન એવો થાય છે. ઉલ્લેખનીય છે કે રોગચાળાની શરૂઆતથી જ જીવલેણ વાયરસના અનેક પરિવર્તનો નોંધાયા છે. તેમાંથી કેટલાક અત્યંત જીવલેણ સાબિત થયા છે. બની શકે કે જેમને અત્યાર સુધી રસી આપવામાં આવી છે સપ્ટેમ્બર સુધીમાં તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય અને ફરીથી સંક્રમણનો શિકાર થઈ શકે. આ ત્રીજી લહેરનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આપણા દેશમાં જન્મેલા બાળકો અથવા નવજાત શિશુઓ તેનાથી સંક્રમિતના શિકાર બની શકે.
પ્રો. ડો. જુગલ કિશોરનું કહેવું છે કે હવે દેશમાં જે ત્રીજી લહેર આવશે તેને સમયસર અટકાવી શકાય છે. આ માટે, આપણે તે સંજોગો અને પરિબળો પર ધ્યાન આપીશું. બાળકોને સમયસર રસી આપવામાં આવે તો તેમને જે રીતે ત્રીજી લહેરની અસર થવાની આશંકા છે તે ટાળી શકાય છે. બીજું, આપણે પ્રામાણિકતાથી કોવિડના નિવારણ માટે ઘડવામાં આવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. હાલ આપણે ઘરે પણ માસ્ક પહેરીએ તે જરૂરી છે. જો કોઈને લાગે કે તે ઠીક નથી, તો તેણે પોતાને એક ઓરડામાં અલગ રહેવું જોઈએ. સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી સાથે આપણે આ લહેરનો ડર દૂર કરી શકીએ છીએ.