Tuesday, September 24, 2024

મોરબીમાં મચ્છોમાના મંદિર નજીક મીની બસે હડફેટે લેતા બે બાળકો ઈજાગ્રસ્ત, એક માસુમ બાળકીનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં મચ્છો માતાનાં મંદિર નજીક શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે મીની બસે હડફેટે લેતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા જ્યાં ૧૧ વર્ષની માસૂમ બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં નાની બજાર મુલ્લાં શેરીમાં રહેતા રસીદાબેન સમીરભાઈ બ્લોચ ઉ.વ.૩૪ વાળાએ આરોપી ભરતભાઇ નાનજીભાઈ પઢીયાર રહે. ખત્રીવાડ વઢવાણીયા શેરી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાની મીની બસ રજીસ્ટર નંબર જીજે-૦૩ -ડબ્લયુ- ૫૪૯૧ વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને ફરીયાદી અને તેના ત્રણ બાળકો ચાલીને જતા હતા તે દરમ્યાન પાછળથી હડફેટે લેતા જેમા ફરીયાદીને જમણા હાથના બાવડાના ભાગે ફેકચર જેવી ઇજા થયેલ તેમજ ફરીયાદીની દિકરી તસ્કીનને પડખાના ભાગે ઇજા કરેલ હોય તેમજ ફરીયાદીના દિકરા અલીને માથાના ભાગે પાછળ ઇજા થયેલ હોય તેમજ ફરીયાદીની દિકરી નૈકી ઉ.વ.૧૧ વાળીને છાતીના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક બાળકિની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૪(અ),૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર