ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્લીથી આવેલી કેંદ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ માછીમાર આગેવાન કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઈ ગઈ હતી. કેંદ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેકટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરુરી માહિતી એકત્ર કરી હતી. કેંદ્રીય ટીમના સભ્યોએ આજે અમરેલી જિલ્લાના તાઉ-તે પ્રભાવિત રાજુલાના કોવાયા, જાફરાબંદર,ધારાબંદર વિસ્તારની મુલાકાત કરી હતી.વાવાઝોડાનાના કારણે દરિયાકાંઠે ભારે વ્યાપક નુકસાન ગયું છે અને વિનાશ સર્જાયો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતા રાજય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમો નો મોટો કાફલો આજે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કર્યો હતો.અમરેલી જિલ્લાના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં સર્વેની કામગીરી માટે આવેલી કેંદ્રીય ટીમ સાથે ગુજરાત સરકારના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. અમરેલી કલેકટર દ્વારા જિલ્લામાં થયેલી નુકસાનીની વિગતોથી ટીમના સભ્યોને વાકેફ કરાયા હતા.રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત અગ્રણી રમેશ વસોયાએ કહ્યું હતું કે, માત્ર જાફરાબાદમાં અધિકારીઓ આંટા મારે છે, અહીંયા ગામડામાં ખેડૂતની શુ હાલત છે? તે કોઈ જોતું નથી.
વાવાઝોડાએ જાફરાબાદના માછીમારી ઉદ્યાેગની આર્થિક કેડ ભાંગી નાખી છે. અહી 700 બાેટમાથી 500 બોટમાં ભારે નુકશાન થયુ છે. જયારે બાકીની 200 બાેટમા પણ નાનુ માેટુ નુકશાન થયુ છે. બોટ માલિકો સરકાર સામે સહાયનીઆશાની મીટ માંડીને બેઠા છે. અહી દરિયામા માટીનુ પુરાણ પણ ખુબ થયુ છે. બોટો દરિયાને બદલે જમીન પર હાેય તેવી સ્થિતિ સર્જાઇ છે.જાફરાબાદના માછીમારી ઉદ્યાેગને જાે સરકારની મદદ નહી મળે તાે ફરી બેઠું થતા વર્ષો નીકળી જાય તે હદની નુકશાની જાેવા મળી રહી છે. અહી માછીમારી માટેની 700 બોટ છે.