કોરોના વાયરસના સંક્ર્મણથી સાજા થયેલા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળે છે, જે અત્યંત જીવલેણ છે. આ રોગ દર્દીઓની આંખોની દૃષ્ટિને અસર કરે છે. ચેપ નાકથી શરૂ થાય છે અને આંખ અને મગજ સુધી પહોંચે છે. આથી આ સંક્ર્મણ જીવલેણ બને છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ આવા જ કેસ નોંધાયા હતા. આનાથી પીડાતા ઘણા દર્દીઓની આંખોની રોશની જતી રહી હતી. કેટલાક દર્દીઓને તેમના નાક અને જડબાના હાડકાને નુકસાન પહોંચ્યું હતું. ગયા વર્ષે આ ફંગલ ચેપને કારણે પાંચ દર્દીઓના મોત થયા હતા. હોસ્પિટલના ડોકટરો કહે છે કે મ્યુકોરમાઈકોસિસ ચેપમાં મૃત્યુદર ખૂબ વધારે છે. બીજી તરફ હોસ્પિટલના ઇએનટી વિભાગના ચેરમેન ડો.અજય સ્વરૂપે જણાવ્યું હતું કે, દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી કોરોનાથી સાજા થતા ડાયાબિટીસ, કિડની અને હૃદયરોગ અને કેન્સર ધરાવતા દર્દીઓમાં આ ચેપ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ છે. આ ઉપરાંત સ્ટેરોઇડ્સ પણ આનું એક કારણ છે. બીજી તરફ ઇએનટી વિભાગના સિનિયર સર્જન ડો.મનીષ મુંજાલે જણાવ્યું હતું કે, નાકમાં કોઈ અવરોધ, આંખ અને ગાલમાં સોજો, નાક પર કાળા સૂકા સ્તર દેખાય તો બાયોપ્સી દ્વારા ફૂગના ચેપની તાત્કાલિક તપાસ કરવી જોઈએ જેથી એન્ટી ફંગલ થેરાપીની દવાઓ આપી શકાય. સારવારમાં વિલંબ દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે.