ખેડૂતો માટે માટીની ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વભરમાં માટીની ગુણવત્તા તપાસવાની ઘણી રીતો છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને ખેડૂતો માટીની ગુણવત્તા ચકાસવા માટે જુદા જુદા પ્રયોગો કરે છે. ઘણા નિષ્ણાતો લેબમાં માટી તપાસે છે, જ્યારે અન્ય લોકો ખેતરમાં જ તેની ગુણવત્તા તપાસે છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ગુણવત્તા ચકાસવાની અનોખી રીત
પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં માટીની ક્ષમતા ચકાસવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ દેશોમાં ખેડૂતો જમીનમાં સુતરાઉ કપડાને દાટીને માટીની ગુણવત્તા ચકાસી રહ્યા છે. આ પદ્ધતિ મોટા ભાગે સચોટ રીતે મળી આવી છે. આ પદ્ધતિનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી રહ્યો છે.
તે આ રીતે કામ કરે છે
સિટિઝન સાયન્સ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને ખેતરોમાં દાટવાં માટે કપાસના કપડાં આપવામાં આવી રહ્યા છે. તેમને કપાસના કપડાની સાથે ટી બેગ પણ આપવામાં આવી રહી છે. જેથી તુલના કરવામાં આવે કે બંને માંથી કોને કેટલું નુકસાન થયું છે. ખેડૂતો જ્યારે કપડાને જમીનમાં દફનાવે છે ત્યારબાદ તેને એક અઠવાડિયા અથવા એક મહિના પછી તેને કાઢીને જોવામાં આવે છે કે કપડું કેટલું નષ્ટ થયું છે. ત્યાર પછી ડિજિટલ વિશ્લેષણ જમીનની ગુણવત્તા અને તે કેટલી ફળદ્રુપ છે તે બતાવે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કપાસનું કપડું લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહે છે, ત્યારે તે બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવાણુઓ માટે ખોરાક તરીકે કામ કરે છે. આ સંદર્ભમાં સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટ સાયન્સના પ્રોફેસર ઓલિવર નોક્સે જણાવ્યું હતું કે, “શરૂઆતમાં અમે આ પ્રયોગમાં 50 ખેડૂતોને સામેલ કર્યા હતા. અને હવે ઘણા ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી છે.