Thursday, November 21, 2024

નેધરલેન્ડએ 14 વર્ષ બાદ આયર્લેન્ડને વન ડે મેચમાં એક રનથી હરાવ્યું.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નેધરલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડેની શ્રેણી રમાઈ રહી છે, જે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. નેધરલેન્ડે આ જ સુપર લીગમાં પ્રથમ જીત નોંધાવી છે. નેધરલેન્ડે નજીકની મેચમાં આયર્લેન્ડને એક રનથી હરાવ્યું છે. ડચ ટીમના ઈતિહાસમાં 14 વર્ષ બાદ એક સમય એવો આવ્યો છે કે ટીમને આઇરિશ ટીમ સામે જીતી મળી છે, જ્યારે સુપર લીગમાં પણ ટીમનું ખાતું ખુલ્યું છે. નેધરલેન્ડે 2 જૂન, બુધવારે ઉથ્રેક્ટ ખાતેની મેચ જીતી હતી. નેધરલેન્ડે નીચલા ક્રમના બેટ્સમેન ટિમ વાન ડેર ગુગ્ટેન (49)ની ઈનિંગ બાદ સુકાની પીટર સીલર (3/27)ની શાનદાર બોલિંગના આધારે રમાયેલી પ્રથમ વન ડેમાં આયર્લેન્ડને એક રનથી હરાવ્યું હતુ. આ સાથે નેધરલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે ગુગ્ટેનના 53 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 50 ઓવરમાં 195 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા આયર્લેન્ડે પોલ સ્ટર્લિંગે 112 બોલમાં આઠ ચોગ્ગા સાથે 69 રનની ઈનિંગ રમી હોવા છતાં 50 ઓવરમાં નવ વિકેટે 194 રન કર્યા હતા અને એક રનના માર્જિનથી ટિમ મેચ હારી ગઈ હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર