પોલીસની વધુ એક બેદરકારીનો ઘટસ્ફોટ થયો. મેરઠમાં હત્યાના આરોપમાં બે યુવકોને બે વર્ષથી જેલની સજા કરવામાં આવી છે. તેની ઉપર ખૂન અને અપહરણનો આરોપ છે. તેઓ કેદીઓનું જીવન જીવી રહ્યા છે. એક મહિલાનું અપહરણ કરીને તેની હત્યા કરવાના આરોપમાં બંને યુવકોને જેલમાં મોકલી દેવાયા છે. અને તે જ મહિલા ગુજરાતમાંથી જીવિત મળી આવી છે. જે બાદ પોલીસની બેદરકારીના લીધે નિર્દોષોને જેલમાં કેદ કરવામાં આવ્યા છે તે વાતનો ખુલાસો થયો.
મેરઠના ટિપીનગર પોલીસ સ્ટેશનના મુલતાન નગરમાં રહેતી એક મહિલા 2018 માં ગુમ થઈ હતી. આ પછી, માવતર પક્ષના લોકોએ તેના પતિ અને સંબંધીઓ પર હત્યા અને અપહરણનો આરોપ મૂક્યો હતો. યુવતીના માવતર પક્ષે તેના પતિ અને બે સંબંધીઓ ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી અને સચિન નિવાસી ગુલાવતી બુલંદશહેર નામ આપ્યા છે. પોલીસે 2019 માં બે સંબંધીઓ ઓમપ્રકાશ અને સચિનને જેલમાં મોકલ્યા હતા. જ્યારે યુવતીનો પતિ ફરાર છે.
પોલીસને મહિલાનો મૃતદેહ મળ્યો ન હતો
જ્યારે પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો હતો અને બંનેનું નામ લેવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે તપાસ ચાલુ રાખી હતી. પરંતુ તેને ખૂન કે અપહરણનો કોઈ સંકેત મળ્યો ન હતો. ડેડબોડીની શોધખોળ કરી પરંતુ પોલીસને ડેડ બોડી મળી નહિ અને મૃત્યુ જ ન થયું હોય તો મળે પણ કરી રીતે.જે પછી પોલીસને કોઈ રસ્તો સુજ્યો નહીં, તો તેમને નિર્દોષોને જેલમાં નાખી દીધા.
ગુજરાતમાં ફરતી હતી આ મહિલા
પરિવારે સબંધીઓની જામીન માટે ઘણી વાર પ્રયાસ પણ કર્યા પણ તે સફળ થઈ શક્યા નહીં. અહીં બંને નિર્દોષ કેદીઓની જીંદગી જીવતા રહ્યાં અને બીજી તરફ મહિલા ગુજરાતમાં ફરતી રહી. એવું કહેવામાં આવ્યું રહ્યું છે કે ગુજરાતથી મહિલાની પરિવાર જાણો સાથે વાત થતી હતી અને મહિલા તથા પરિવારજનોએ મળીને યુવકને ફસાવાનું સડયંત્ર રચ્યું.
હાઇકોર્ટના આદેશ પર કાર્યવાહી
આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે તાત્કાલિક પોલીસને મહિલાને જીવિત અથવા મૃતક હાજર કરવા કહ્યું.જે બાદ મેરઠ પોલીસે મહિલાને સુરતમાંથી એક્સપોઝ કરી હતી.પોલીસ દાવો કરી રહી છે કે મહિલાએ પરિવારના સભ્યો સાથે મળીને યુવકોને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.સુત્રોના જણાવ્યા અનુસાર મહિલાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેનો પતિ અને તેના સબંધીઓ દ્વારા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારથી, મહિલા આ બધાને ફસાવવાની યોજના બનાવી રહી હતી અને અચાનક એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી અને તેણે તેના પરિવારના સભ્યો સાથે મળીને કાવતરું રચ્યું હતું. બ્રહ્મપુરી અમિત રાયે જણાવ્યું હતું કે પોલીસે મહિલાને બે વર્ષ બાદ શોધી કાઢી છે. હવે નિર્દોષોને મુક્ત કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, રિકવર થયેલી મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે, હવે તેના આધારે આરોપીને જેલમાં મોકલવામાં આવશે.