લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે તેના વપરાશકર્તાઓની સુવિધા માટે એક નવા ફીચરનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ ફીચરની મદદથી, વપરાશકર્તાઓ ફેસબુક ન્યૂઝ ફીડમાં ઇન્સ્ટાગ્રામ રિલ્સને શેર કરી શકશે. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ગયા વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને તે ટિક્ટોકનો વિકલ્પ છે જેના પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, ફેસબુક વપરાશકર્તાઓ એક સુવિધા પ્રાપ્ત કરવા જઇ રહ્યા છે અને આ સુવિધાનો ઉપયોગ કરીને, તેઓ ફેસબુક ન્યૂઝ ફીડમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સની શોર્ટ વિડિયો ક્લિપ્સ સરળતાથી શેર કરી શકશે. રિપોર્ટ અનુસાર, ફેસબુકએ આ નવા ફીચરનું પરીક્ષણ શરૂ કર્યું છે અને તે ટૂંક સમયમાં વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફેસબુકની પોતાની મુખ્ય રીલ્સ ફીચર પણ છે. જે ફેસબુકમાં જ હાજર છે અને વપરાશકર્તાઓ તેમની પસંદ પ્રમાણે શોર્ટ વિડીયો બનાવી શકે છે.ઇન્સ્ટાગ્રામ રિલ્સ વિશે વાત કરીએ તો, જ્યારે ટિકટોક પર પ્રતિબંધ પછી વપરાશકર્તાઓ કોઈ વિકલ્પની શોધમાં હતા ત્યારે આ ફીચર કંપની દ્વારા ગયા વર્ષે ભારતમાં રજૂ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ રીલ્સ લોકપ્રિય વિકલ્પ બની ગયો છે. આમાં, વપરાશકર્તાઓ 15 સેકંડનો વિડિયો બનાવી અને પોસ્ટ કરી શકે છે. આ વિડિઓ ક્લિપ્સમાં, વપરાશકર્તાઓ ઓડિયો અને ઇફેક્ટ્સ ઉમેરી શકે છે તેમજ તેમની પસંદગીનું સંગીત પણ ઉમેરી શકે છે. તમને ઇન્સ્ટાગ્રામનાં ફીચર બટનમાં કેમેરાની સાથે નજીકમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સનો વિકલ્પ મળશે. જ્યાં ઘણાં વિવિધ પ્રકારનાં ક્રિએટીવ એડિટિંગ ટૂલ્સ આપવામાં આવ્યા છે. આમાં ઓડિયો,એઆર ઇફેક્ટ્સ, ટાઇમર અને કાઉન્ટડાઉન અને સ્પીડ જેવા ટૂલ્સ શામેલ છે. અહેવાલ મુજબ, ‘ફેસબુકનું કહેવું છે કે તેઓ ભારતમાં ઇન્સ્ટાગ્રામના ચાહકો માટે એક વિશેષ ફીચરનું પરીક્ષણ કરી રહ્યા છે, જેની મદદથી તેઓ ફેસબુકના ન્યૂઝ ફીડમાં તેમની ઇન્સ્ટા રીલ શેર કરી શકશે. જેથી તેની રીલ્સ વધુ વાઇરલ થઈ શકે અને તેઓને સરળતા રહે.