દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 58 માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. ખેડુતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી છે. અને કૃષિ કાયદા વિરુદ્ધ 3 કાયદાને રદ કરવાની માંગ પર અડગ રહયા. સાથે જ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આજે બંને પક્ષો વચ્ચે 11માં રાઉન્ડની બેઠક શરૂ. ખેડૂત આંદોલન અંગે ભાજપ નેતા ઉમા ભારતીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે,’ખેડુતો અને સરકારે મળીને વાત કરવી જોઈએ. જેવું તે 1989 માં બન્યું હતું. કોઈ પણ પક્ષ માટે અહંકાર રાખવો યોગ્ય નથી.’ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, ‘ખેડૂત ચોક્કસપણે ટ્રેક્ટર રેલી કાઢશે, અમે ત્રિરંગો લઈને રેલી કાઢી રહ્યા છીએ, તો કેમ મંજૂરી નથી આપવામાં આવી.’ પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની વાત કરી છે. જોકે, દિલ્હી પોલીસે આને મંજૂરી આપી નથી. ગતરોજ થયેલી પોલીસ-ખેડૂતો વચ્ચેની બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. ખેડુતો દિલ્હીના રિંગરોડ ઉપર રેલી કાઢવા માટે અડગ રહેતા જોવા મળી રહ્યા છે,