ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત ગુઆંગદોંગ (Guangdong) ના શહેરોમાં કોરોના વાયરસના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લોકડાઉન કડક કરવામાં આવ્યું છે. અને અન્ય દેશોમાંથી ચીનની મુસાફરી કરતા કેટલાક મુસાફરો માટે નેગેટિવ કોરોના રિપોર્ટ ફરજિયાત કર્યો છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ કોરોના ફાટી નીકળવાને લીધે તેને નિયંત્રિત કરવા માટે આ સલામતી માટે આ ઉપાયનો અમલ કર્યો છે. અગાઉ, ચીને કોરોના સંક્ર્મણમાં થતા વધારાને લઈને સોમવારથી તેના દક્ષિણપ્રાંત ગુઆંગદોંગમાં આવાગમન પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રાંતની બહાર જતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો છે. નવા કેસ ઉભા થવાના પગલે આ પગલું ભર્યું છે. હોંગકોંગને અડીને આવેલા ગુઆંગદોંગપમાં અત્યાર સુધીમાં કોરોનાના 41 નવા કેસોની પુષ્ટિ થઈ છે. જો કે, આ વિશ્વના અન્ય ભાગોમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા કરતા ઘણા ઓછા છે. પરંતુ ચીનના અધિકારીઓ નવા કેસોમાં વધારો થતા તેને ખતરાની ઘંટડી તરીકે જોઈ રહ્યા છે. કારણ કે આ દેશમાં કોરોના પર અંકુશ મેળવી લીધેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુઆંગદોંગની પ્રાંતીય રાજધાની ગુઆંગઝોઉમાં મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે. 1.5 કરોડની વસ્તી ધરાવતા આ શહેરનો એક હિસ્સામાં શનિવારથી લોકડાઉન છે. ચીનમાં જ કોરોના વાયરસનો પહેલો કેસ ડિસેમ્બર ૨૦૧૯ માં નોંધવામાં આવ્યો હતો. ચીનમાં અત્યાર સુધીમાં કુલ 91,000થી વધુ કોરોના કેસ મળી આવ્યા છે અને 4,636 લોકોએ જીવ ગુમાવ્યા છે.