Thursday, November 21, 2024

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને રાજકોટમાં રહેવા માટે કલેક્ટર મંજૂરી આપશે, દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટ કલેક્ટરને અધિકૃત કરાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13 પૈકી રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને પણ અધિકૃત કરવામાં આવ્યા છે. રાજકોટમાં આવા નાગરિકોની 153 અરજી આવી છે. જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પાકિસ્તાન, બાંગ્લાદેશ અફઘાનિસ્તાન જેવા દેશના નાગરિકો લોંગ ટર્મ વિઝા દ્વારા ભારતમાં રહેતા હોય છે ત્યાંના દેશમાં લઘુમતી તરીકે ગણાતા આવા લોકોને ભારતની નાગરિકતા આપવા માટેનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ ગયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો પરિપત્ર હજુ આવ્યો ની પરંતુ નવા નિર્ણય મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં રહેતા આવા દેશના નાગરિકોના કિસ્સામાં નિર્ણય લેવાની સત્તા જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે.

સાત વર્ષ કે તેનાથી વધુ સમયથી લોંગ ટર્મ વિઝા પર રહેતા પાકિસ્તાન, અફઘાની કે બાંગ્લાદેશના નાગરિકો ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી ભારતીય નાગરીકત્વ મેળવી શકે છે. જેમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ઓથ લેવડાવ્યા બાદ તેની અરજી પોલીસ આઇ.બી.ના અભિપ્રાય માટે મોકલવામાં આવે છે. આ અરજી આવી જાય એટલે સરકારને દરખાસ્ત મોકલાયઅને ત્યાંથી મંજૂરી આવ્યે અરજદાર રિનાઉન્સેશન સર્ટિફિકેટ રજૂ કરે પછી સરકાર તેને અહીંના સિટીઝનશિપનું સર્ટિફિકેટ આપે છે.રાજકોટ જિલ્લાની આવી 153 અરજી પૈકી 42 પોલીસના અભિપ્રાય માટે મકોલાયેલી છે. 56 અરજદાર પાસેથી ક્વેરી સોલ્વ થઈ પરત નથી આવી, 6 કલેક્ટર સમક્ષ પેન્ડિંગ છે, 24માં ઓથ લેવાના છે, તો બાકીની 25 જે સરકારને મોકલાયેલી છે તે હવે ગાંધીનગરથી પરત આવી જશે.રાજકોટમાં આ રીતે વિદેશીઓને ભારતીય નાગરિકત્વ આપતા સર્ટિફિકેટ પહેલી જ વખત બનશે અને અપાશે. જોકે કલેક્ટર રેમ્યા મોહન આ પ્રક્રિયાના અનુભવી છે. કારણ કે તે અગાઉ કચ્છ રહી ચૂક્યા છે અને કચ્છમાં કલેક્ટરને આ સત્તા પહેલેથી જ છે. નોંધનીય છે કે, 153 અરજદાર પૈકી ઘણાં ખરા પાકિસ્તાની હિન્દુઓ છે અને મોટાભાગના તો રાજકોટ શહેરમાં જ વસી રહ્યાં છે.

બીજી બાજુ, એક તરફ કોરોના અને બીજી તરફ સતત વધતા ડીઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટરોને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં ડીઝલના ભાવમાં 30 રૂપિયા જેટલો જંગી ભાવ વધારો થતાં રાજકોટના 700 ટ્રાન્સપોટરો પૈકી 60 ટકા ટ્રાન્સપોર્ટરોને તેની સીધી અસર જોવા મળી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર ટેક્સમાંથી રાહત આપે તેવી માગ ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવી છે.છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગારને અસર પહોંચી છે.છેલ્લા 20 દિવસમાં ડિઝલમાં 5 રૂપિયા ભાવ વધ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર