હોલિવૂડ અભિનેત્રી એલિઝાબેથ ટેલરને હજી પણ વિશ્વભરના તેના ચાહકો ભૂલી શક્યા નથી. હોલિવૂડ અભિનેત્રી એલિઝાબેથ ટેલરના ચાહકો તેને લિઝ ટેલર કહીને બોલાવે છે. સૌથી વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રીઓમાંની એક એલિઝાબેથને તેના લગ્નને કારણે સૌથી વધુ ખ્યાતિ મળી હતી. જોકે, તે ખૂબ જ સુંદર અને ઉમદા કલાકાર હતી. પરંતુ તેની ફિલ્મ કારકિર્દી જેટલી શાનદાર રહી તેટલી જ વિપરીત તેના લગ્નજીવનમાં ઉથલપાથલ જોવા મળી હતી. હકીકતમાં એલિઝાબેથ ટેલરના કુલ આઠ લગ્ન થયા હતા. પ્રથમ લગ્ન માત્ર નવ મહિના ચાલ્યા અને પછી તેણે છૂટાછેડા લીધા. તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે આઠ વખત લગ્ન કરનાર એલિઝાબેથના આ પ્રથમ અને અંતિમ છૂટાછેડા હતા. અભિનેત્રીએ તેના આઠ લગ્નોમાં બે વાર લગ્ન એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે હોલિવૂડની આ અભિનેત્રીએ આઠ લોકો સાથે સાત વખત લગ્ન કર્યા હતા. એલિઝાબેથે સૌ પ્રથમ કોનરાડ નિક્કી હિલ્ટન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ પતિ-પત્નીની બોલાચાલી થઈ ગઈ. આખરે પરસ્પર સંમતિથી બંનેએ છૂટાછેડા લીધા.
ત્યારબાદ તેણે બીજી વખત માઇકલ વાઇલ્ડિંગ સાથે લગ્ન કર્યા.આ લગ્ન ખુબ જ ચર્ચિત રહયા હતા. હકીકતમાં, તેનો પતિ વાઇલ્ડિંગ તેના કરતા 20 વર્ષ મોટો હતો. પરંતુ થોડાં વર્ષો પછી, એલિઝા માઇકલ વાઇલ્ડિંગથી અલગ થઇ ગઈ. આ એકલતામાં તેની નજીક માઇકલ ટોડ આવ્યા. અને થોડા સમયની વાતચીત અને ડેટિંગ બાદ એલિઝાએ માઇકલ ટોડ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા હતા. પરંતુ થોડા વર્ષો પછી, ટોડના મૃત્યુ પછી, એલિઝાબેથ ટેલરના ગાઢ સંબંધ એડી ફિશર સાથે થયા. ફિશર પહેલેથી જ પરણેલા હતા. આમ છતાં, એલિઝા અને ફિશર ખૂબ નજીક હતા, અને એલિઝાબેથે આખરે ચોથી વખત ફિશર સાથે લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે લગ્ન નિષ્ફળ ગયા પછી તેણે એક પણ પતિથી છૂટાછેડા લીધા ન હતા.
ફિશરથી અલગ થયા બાદ એલિઝાબેથનો લગાવ રિચાર્ડ બર્ટન સાથે થયો, જે હોલિવૂડ અભિનેતા પણ હતા. કહેવાય છે કે એલિઝાબેથ અને રિચાર્ડ બર્ટન બંનેએ એકબીજાને પ્રેમ કર્યો હતો. ત્યારબાદ બંનેની મંજૂરીથી એકબીજા સાથે લગ્ન કર્યા હતા. એલિઝાના આ પાંચમા લગ્ન હતા. પરંતુ રિચાર્ડ બર્ટન સાથેના તેના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને તેના છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ એલિઝાબેથ અને રિચાર્ડ વચ્ચેના પ્રેમે બંનેને ફરીથી નજીક લાવ્યા, અને લગભગ દોઢ વર્ષ (16 મહિના) પછી, બંનેએ ફરીથી લગ્ન કર્યા. એલિઝાબેથના આ છઠ્ઠા લગ્ન હતા. ત્યારબાદ એલિઝાબેથે જ્હોન વોર્નર સાથે સાતમી વખત લગ્ન કર્યા, પરંતુ થોડા જ દિવસોમાં બંને વચ્ચે વિવાદ થયો અને આ સંબંધ તૂટતો જણાયો અને આખરે બન્ને અલગ થઇ ગયા. એલિઝાએ છેલ્લા અને આઠમા લગ્ન લેરી ફોર્ટેન્સ્કી સાથે કર્યા હતા.
જણાવી દઈએ કે એલિઝાબેથ હોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. ઈંગ્લેન્ડની રાણીએ તેમને ‘ડૈમ’નું બિરુદ આપ્યું છે. તે પુરુષોને આપવામાં આવેલા ‘સર’ના બિરુદની જેમ જ મહિલાઓને આપવામાં આવે છે. આ સાથે અભિનેત્રીને બે ઓસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તેણે પોતાના જીવનમાં હોલિવૂડની 50 ફિલ્મો કરી હતી.