Thursday, November 21, 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરનો આતંક, સવા બે લાખનું ચાર માસમાં 14.50 લાખથી વધુનું વ્યાજ વ્યાજખોર દ્વારા વસુલ કરવામાં આવ્યું !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જામ ખંભાળીયામાં પરેશ ટ્રેડિંગ નામની કંપનીનો શો રૂમ ધરાવતા અને શ્રીજી સોસાયટીમાં રહેતા અભી નિલેશ કુંડલીયાએ વ્યાજખોરના આતંક સામે પોલીસ ફરિયાદ નોંધાવી , સવા બે લાખ જેટલી રકમનું ચાર મહિનાનું 14.50 લાખની પઠાણી ઉઘરાણી કરતા અમિત ભીમભાઈ મોવરએ કરતા 507 અને 506(2)તેમજ નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટકાયત જામ ખંભાળીયા પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે અને સવા બે લાખની કિંમતનું ચાર માસમાં 14.50 લાખથી વધુનું વ્યાજ વ્યાજખોર દ્વારા વસુલ કરવામાં આવ્યું છે. ખંભાળીયાના રેલવે સ્ટેશન રોડ પર આવેલ વર્ષો જૂની પેઢી ધરાવતા પરેશ ટ્રેડિંગ કંપની નામનો શો રમ ધરાવતા નિલેશ કુંડલીયાનો 25 વર્ષીય પુત્ર અભી કુંડલીયા દ્વારા ગાયત્રી નગરમાં રહેતા અમિત ભીમભાઈ મોવર નામના શખ્સ પાસેથી રૂપિયા 2.38 લાખની રકમ વ્યાજે લીધી હતી. જે ગત ફેબ્રુઆરીમાં લેવામાં આવી હતી અને અમિત મોવર દ્વારા વ્યાજની રકમનો તોતિંગ હિસાબ અભીના પિતા નિલેશ કુંડલીયાને આપી 14.62 લાખની માંગણી કરી હતી અભીને અમિત દ્વારા આપેલ રકમની ખોટી પેનલ્ટી તેમજ રોજના દસ ટકા કે દસ હજાર રૂપિયા જેવી ગણતરી કરી અને પઠાણી ઉઘરાણી કરતા ખંભાળીયા પોલીસને અભી કુંડલીયાએ ફરિયાદ કરી હતી કે પઠાણી ઉઘરાણી કરી વ્યાજ પર મોટી રકમ વસૂલવા તેમજ રકમ ન આપે તો વાડી ખાતે લઈ જવાની ધમકી આપી હતી જે બાદ અભી દ્વારા અપાયેલ ફરિયાદ પરથી અમિત મોવર પર આઈપીસી કલમ 507 , 506 (2) તેમજ નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી અને આરોપી અમિતની અટકાયત કરી વધુ પૂછપરછ કરી હતી અને આગળની તપાસ ખંભાળીયા પોલીસ હાલ ચલાવી રહી છે.

બીજો એવો જ એક ગુનાહિત બનાવ બન્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના કુવાડિયામાં સગીર વયની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની પોસ્કો હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપી ની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના કુવાડિયા ગામે રહેતા 19 વર્ષીય રવિ હમીરભાઈ વેસરા નામના યુવાને સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપીને મારી નાખવાની ધમકી આપી અને બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે સગીર વયની યુવતીના વાલીએ આ અંગેની રજુઆત જામ ખંભાળીયા પોલીસ મથકે કરી હતી અને બાદમાં પોલીસે યુવતીના વાલીની ફરિયાદના આધારે પોસ્કો હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી હતી ત્યારે યુવકે સગીર વયની યુવતીને કુવાડિયા ગામે વાડિવિસ્તારમાં લઇ જઇ ને બંધ પતરા વાળા મકાન અંદર બળાત્કાર ગુજાર્યો હતો અને જામ ખંભાળીયા પોલીસ દ્વારા રવિ વેસરાની અટકાયત કરી કોરોનાનો ટેસ્ટ કરાવીને પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે .

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર