“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત 5 લાખ અરજદાને પરત અપાવતી ટંકારા પોલીસ
ટંકારા તાલુકાના હરીપર ગામના ફરીયાદીને આરોપીઓએ ડરાવી ધમકાવી રૂ. ૫,૦૦,૦૦૦ પડાલી લીધેલ હોય જે રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી કબ્જે કરી ફરીયાદીને ટંકારા તાલુકા પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ-૧૧૫(૧), ૩૫૧(૨) મુજબના ગુનામાં ફરીયાદી અજીતભાઇ મુળજીભાઇ ભાગીયા રહે. હરીપર તા.ટંકારા વાળા પાસેથી આરોપીઓએ રૂપીયા- ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ડરાવી ધમકાવી પડાવેલ હોય જે રોકડા રૂપીયા આરોપીઓ પાસેથી કબજે કરી નામદાર કોર્ટના હુકમ મુજબ ફરીયાદીને રોકડા રૂપીયા-૫,૦૦,૦૦૦/- પરત અપાવી પોલીસ પ્રજાનો મીત્ર હોવાના સુત્રને ટંકારા પોલીસે સાર્થક કરેલ છે.