Thursday, September 19, 2024

મોરબીના સભારાવાડીના શિક્ષકનું 50મુ સન્માન ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દર વર્ષે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સમગ્ર ઝાલાવાડ પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાશાળી તેમના પરિવારની વ્યક્તિઓની સાથે પાટીદાર સમાજની અન્ય વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માન કરવાનો એક આદર્શ અભિગમ આ પરિવાર મારફત રાખવામાં આવ્યો છે.આ નંબર મેળવતા પરિવારના બાળકોને પણ સન્માનિત કરવામાં આવે છે.તેમનો મુખ્ય ઉદ્દેશ સારા કાર્યને પ્રોત્સાહિત કરવાનો છે.

આ તકે મોરબી સભારાવાડીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું 50મુ સન્માન પણ માન સાથે કરવામાં આવ્યું.વિજયભાઈને અનેક એવોર્ડ મળ્યા છે.શિક્ષણમા તેમની ઉત્તમ કામગીરી છે.આશરે 3500 જેટલા સભ્યોની વચ્ચે થયેલું આ સન્માનથી વિજયભાઈ કહ્યું,”મારા આ ગર્વની ક્ષણ છે, કામ કરો, સન્માન કરનાર છે જ! નોંધ લેનાર પણ છે જ” આ સન્માન થકી તેમને ચોક્કસ નવી પ્રેરણા આપે પ્રોત્સાહન મળ્યું છે. આ તકે પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલા, મહેશભાઈ ભોરણિયા,અંબારામભાઈ કવાડીયા તેમજ તમામ સભ્યોનો અને સમગ્ર ઝાલાવાડ પરિવારનો વિજયભાઈએ દિલથી આભાર માન્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર