શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવા નેતાઓ અને અધિકારીઓ પહોંચ્યા મોડા
શું નેતા અને અધિકારીઓને સમય નું ભાન નથી?
આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન ગુજરાત સરકાર આજે શિક્ષક દિન નિમિત્તે દરેક જિલ્લા લેવલે તેમજ રાજ્ય લેવલે શિક્ષકોના અને વિદ્યાર્થીઓના સન્માન કરીને શિક્ષક દિનની ઉજવણી કરી રહી છે. ક્યારે મોરબી શહેરમાં પણ વી.સી. હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી દ્વારા શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ 2024 નું આયોજન કરવામાં આવેલ જે આયોજનનો સમય સવારે 9:30 રાખવામાં આવેલ અને કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય સમય 10:00 વાગ્યાનો રાખવામાં આવેલ પરંતુ 10:29 મિનિટ સુધી એક પણ અધિકારી કે નેતા સભાખંડ હોલમાં પધાર્યા નહીં. એક તરફ અધિકારીઓને નેતાઓ પોતાના ભાષણોમાં વિદ્યાર્થીઓને સમયની કિંમત સમજવાનું અવારનવાર સલાહ દેતા હોય છે ત્યારે ખુદ તેનો અમલ નથી કરતા તેવું ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ સમજી ગયા, સવારના 9:30 વાગ્યાથી સભાખંડ માં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર થઈ ગયા હતા ત્યારબાદ પણ નેતાઓને અધિકારીઓ 10.30 સુધી સભાખંડ માં પહોંચ્યા ન હતા, આમ જોઈએ તો આજે શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સન્માનમાં યોજેલા કાર્યક્રમમાં આ વિદ્યાર્થીઓને શિક્ષકોને એક કલાક બેસાડી રાખી તેઓને સમજાવી દીધું છે કે અમો તમારા કરતાં પણ શ્રેષ્ઠ છીએ અમે ઇચ્છીએ ત્યારે જ એજ સમયે તમને અમો સન્માનિત કરશું. ખરેખર આજની આ ઘટના જોતા અચૂક એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ આવા નેતા અને અધિકારીઓથી ક્યારેય પ્રેરિત નહીં થાય.