સુપ્રીમ કોર્ટે ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અને કંપનીના બોર્ડના ડિરેક્ટર તરીકે સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણયને શુક્રવારે સાચો ઠેરવ્યો, દેશની ટોચની અદાલતે આ હાઇ-પ્રોફાઇલ કોર્પોરેટ કેસમાં ટાટા સન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમે મિસ્ત્રીને ટાટા સન્સના અધ્યક્ષ પદ પર ફરીથી સ્થાપિત કરવાના NCLATના નિર્ણયને રદ કર્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે, ” રાષ્ટ્રીય કંપની લો અપેલૈટ રિબ્યુનલ (એનસીએલએટી) ના 18 ડિસેમ્બર 2019 ના નિર્ણયને રદ કરવામાં આવે છે.” મિસ્ત્રીને ફરીથી સ્થાપિત કરવાના NCLAT નિર્ણયને રદ કર્યો. સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ટાટા જૂથને રાહત આપતા મિસ્ત્રીને ટાટા સન્સના કારોબારી અધ્યક્ષપદેથી ફરીથી સ્થાપિત કરવાના એનસીએલએટીના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.મિસ્ત્રીએ 2012 માં રતન ટાટાનું સ્થાન લીધું હતું, પરંતુ ચાર વર્ષ પછી તેને દૂર કરવામાં આવ્યા હતા.