તસ્કરો ભારે અઘરા; માળીયા(મી) માંથી કારના ટાયર ચોર્યા
માળીયા (મી): મોરબી જીલ્લામાં ચોરીના અવનવા બનાવ વચ્ચે માળીયા (મી)માંથી તસ્કરો અલ્ટો કારના બે ટાયર ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા(મી) ના દલિતવાસમા રહેતા અમુભાઈ મોતીભાઈ પરમાર (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યો ચોર ઈસમે ફરીયાદીના રહેણાંક મકાનની બાજુમા ખુલ્લી જગ્યામા પડેલ ફરીયાદીની અલ્ટો ગાડી(કાર) રજીસ્ટર નં- જીજે- ૦૩ -ડી.જી.- ૭૪૩૬ વાળીના ડાબી સાઈડના વ્હિલ પ્લેટ સહીતના ટાયર નંગ- ૦૨ કુલ કિ.રૂ.૫,૦૦૦ ના કાર માથી કાઢી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.