Monday, January 13, 2025

તોડ.. તોડ..તોડ.. ટંકારા પીઆઇએજ 51 લાખ કટકટાવ્યાનો ખુલાસો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાડ જ ચિભડા ગળે તે કહેવત ટંકારામાં જ બંધ બેઠી

ટંકારા: ટંકારા નજીક કંમ્ફર્ટ હોટલમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું જેમાં ૬૩.૧૫ લાખના મુદ્દામાલ સાથે નવ આરોપીની ધરપકડ કરી હતી જેમાં તત્કાલીન પીઆઈ અને હેડ કોન્સ્ટેબલે ૫૧ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની SMC દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે પહેલી કહેવત સાર્થક કરી બતાવી છે “વાડ જ ચિભડા ગળે તે કહેવત ટંકારામાં જ બંધ બેઠી” છે જો પોલીસ જ ભ્રષ્ટાચાર કરે તો પ્રજા જાય કોની પાસે ટંકારા નજીક કંમ્ફર્ટ હોટલમાંથી મસમોટું જુગારધામ ઝડપાયું હતું. જેમાં ૬૩.૧૫ લાખના મુદ્દામાલ સાથે નવ આરોપીની ધરપકડ કરી પરંતુ આ જુગારધામમા પોલીસ દ્વારા ક્યાંક ભ્રષ્ટાચાર થયાની ગંધ આવતા તેની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી હતી ત્યારે આજે મોટો ખુલાસો થયો છે જેમાં એસએમસીએ તપાસમાં ઝુકાવી પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે વ્યક્તિ દીઠ છ – છ લાખ કટકટાવી 51 લાખનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યા પીઆઈ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ લાંચ રુસવત લેવા સહિતની કલમો મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવતા ખળભળાટ મચી ગયો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર