ટંકારાની લતીપર ચોકડી નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો: પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી
ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશની ટંકારા પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી.
ટંકારા લતીપર ચોકડી થી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૪૦ વાળાની ડેડ બોડી અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હોય જેના વાલીવારસ વિશે કોઇ હકિકત મળી આવ્યેથી ટંકારા પોલીસ સ્ટેશનમાં નીચે જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરી માહીતી આપવા જાહેર જનતાને અપીલ કરાઈ છે.
ટંકારા પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર- ૬૩૫૯૬ ૨૬૦૭૬
કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પો.સ્ટે. મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૭
આર.એન.કણઝરીયા પો.હેડ કોન્સ. ટંકારા પો.સ્ટે મો નં-૯૭૩૭૫ ૪૭૫૫૫
મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ મો.નં. ૭૪૩૩૯ ૭૫૯૪૩