ટંકારાની લતીપર ચોકડી નજીકથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારાની લતીપર ચોકડીએથી યુવકના ભાણેજનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ ટંકારાના તલીકનગરમા જાવેદભાઈના મકાનમાં રહેતા મદમદજીબરઅલી યુસુફમીયા મનસુરી (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાણેજ મહમદકુદરતનો ઓપો કંપનીનો એફ-25 પ્રો. જેની કિંમત રૂ. 23,000 વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.