ટંકારાની લજાઈ ચોકડી પાસેથી બિયર ટીન સાથે એક ઝડપાયો
ટંકારા : ટંકારાની લજાઈ ચોકડી નજીકથી ત્રણ બીયર ટીન સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાની લજાઈ ચોકડી નજીક આરોપી શારૂખભાઈ મહેબૂબભાઈ વિકીયા (ઉ.વ.૨૨) રહે. સરાયાગામ તા. ટંકારાવાળા પાસેથી બિયર ટીન નંગ -૦૩ કિં રૂ. ૩૭૫ નો મુદ્દામાલ મળી આવતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.