પાણી વગરની ટંકારા નગરપાલિકા: મહિલાઓએ થાળી વગાડી કરી પાણીની માંગ
ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી -૦૫મા છેલ્લા કેટલાક દિવસોથી પાણી નહી મળતા મહિલાઓનુ ટોળુ ટંકારા નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું અને મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી નિયમિત પાણી આપવા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી-૦૫ માં છેલ્લા કેટલાક દિવસોથી પાણી મળી રહ્યું નથી. આ સોસાયટીમાં ૧૫૦ જેટલા મકાનો આવેલ છે જેમાં પાણી આપવામાં આવતું નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણી ન મળતા અંતે મહિલાઓનુ ટોળુ ટંકારા નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું હતું અને આ નિંભર તંત્રને ઝગાડવા થાળી વગાડી પાણી આપો પાણી આપો ના નારા લગાવ્યા હતા અને ટંકારા પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરાયાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી લક્ષ્મીનારાયણ નગર સોસાયટી-૦૫મા તાત્કાલિક નિયમિત ધોરણે પાણી આપવા માંગ કરી છે.