ટંકારાની ખીજડીયા ચોકડી પાસે વૃદ્ધ પર છ શખ્સોનો ધાર્યા વડે હુમલો
ટંકારા: વૃદ્ધના પુત્રએ પોતાના બનેવી પર ફરીયાદ કરેલ હોય જેથી આરોપી વૃદ્ધના પુત્રને ફરીયાદ પાછી પાછી ખેંચી લઈ સમાધાન કરી લેવા દબાણ કરતા હોય જેથી વૃદ્ધે સમાધાન કરવાની ના પાડતા છ શખ્સોએ વૃદ્ધને ધાર્યાં, ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છુનગરમા રહેતા ભીખાભાઈ સોમાભાઈ સીંધવ (ઉ.વ.૬૦) એ આરોપી ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ ચૌહાણ, જીગો ગુલમામદ ચૌહાણ, અમીત ગુલમામદ ચૌહાણ, ટીકુ કમાભાઈ ચૌહાણ રહે. બધા ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા બાબુભાઈએ પોતાના બનેવી નવઘણ કિશોરભાઈ પરમાર રહે. વાંકાનેરવાળા વિરુદ્ધ ફરીયાદ કરેલ હોય જેથી આરોપી ગુલમામદ ફરીયાદી પાસે આવી પોતાના દિકરા બાબુને ફરીયાદ પાછી લઈ સમાધાન કરી લેવા બાબતે દબાણ કરતા હોય જેથી ફરીયાદીએ સમાધાન કરવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદિને ગાળો આપી લાકડાના ધોકા વડે તથા ધાર્યા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.