Saturday, September 21, 2024

ટંકારાના વીરવાવ ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના વીરવાવ ગામે આરોપીના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા આરોપી મહીદિપસિંહ દશરથસિંહ જાડેજા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮૩ કિં રૂ. ૨૬૫૪૦ નો મુદ્દામાલ ટંકારા પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી મહીદિપસિંહ દશરથસિંહ જાડેજા રહે. વીરવાવ ગામ. તા. ટંકારાવાળો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર