ટંકારાના વિરપર પાસે વૃદ્ધિની સોનાથી મઢેલ રૂદ્રાક્ષની માળા સાફ કરવાનું કહી એક શખ્સે કરી ઠગાઈ
ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ હોટલ થી આગળ એક શખ્સે વૃદ્ધને માળા સાફ કરી આપવાની લાલચ આપી વૃદ્ધની સોનાથી મઢેલ બે તોલાની રૂદ્રાક્ષની માળા સાફ કરવા લઈ જઈ પરત નહીં આપી છેતરપીંડી કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી યોગેશ્વરનગર ભંભોડીની વાડી આલાપ રોડ પર રહેતા વ્રજલાલભાઈ નવઘણભાઈ નકુમ (ઉ.વ.૭૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ ફરીયાદીની રૂદ્રાક્ષની માળા સોનાથી મઢેલ આશરે બે તોલાની કિં રૂ.૮૦,૦૦૦ વાળી ફરીયાદી પાસેથી માળા સાફ કરી આપવાની લાલચ આપી લઇ જઈ પાછી નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી માળા પાછી નહી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.