ટંકારાના વાગડ ગામે કુવામાં પડી ગયેલ વૃદ્ધનો મૃત દેહ બહાર કઢાયો
ટંકારા: ટંકારા તાલુકાના વાગડ ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર સહિત કૂવામાં પડી ગયો હોવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની ટીમ દ્વારા ટ્રેક્ટર સહિત કૂવામાં ડૂબી ગયેલ વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતો.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાગડ ગામે એક વ્યક્તિ દેવજીભાઈ ગંગારામ ભીમાણી ઉ.વ.૭૦ વાળો મોડી રાત્રે કોઈ કારણસર ટ્રેક્ટર સહિત પાણી ભરેલ કુવામાં ખાબક્યો હતો આ બનાવ અંગે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ટ્રેક્ટર અને વૃદ્ધને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી. જે ફાયર વિભાગની ભારે જેહમત બાદ ટ્રેક્ટર સહિત દેવજીભાઈ નામના વૃદ્ધનો મૃત દેહ બહાર કાઢવામાં આવ્યો હતો.