ટંકારાના ઉગમણા નાકા પાસેથી યુવતી લાપતા
ટંકારા: ટંકારા ઉગમણા નાકા પાસે મહેંદી મુકવા જવાનું કહી ઘરેથી નીકળેલી યુવતી પરત ન ફરતા ટંકારા પોલીસ સ્ટેશનમાં લાપતા થયેલ હોવાની ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા હંસાબેન નાનજીભાઈ સારેસા (ઉ.વ.૪૫) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૧૨-૨૦૨૩ ના રોજ ફરીયાદીની દિકરી શિલ્પાબેન નાનજીભાઈ સારેસા ઉ.વ.૨૦ વાળી મહેંદી મુકવા જવાનું કહી ઘરેથી ગયેલ હોય અને આજ સુધી ઘરે પરત ન ફરતા પરીવારજનો દ્વારા આજુબાજુમાં તથા સગા સંબંધીઓમા તપાસ કરતા મળી ન આવતા ગુમ થયેલ હોવાની ટંકારા તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે લાપતા યુવતીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.