આઇ.સી.ડી.એસ મહિલા અને બાળ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ થી માતા પિતા વાલી, જનસમુદાયને માહિતગાર કરવાનો હેતુસર ” બાળક પાલક સર્જન” કાર્યક્રમ દ્વારા બાળકોનાં નામાંનમાં વધારો થાય. વાલીઓ સાથે મળીને પ્રવૃતિ કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
તે અંતર્ગત આઇડીસીએસ ઘટક ટંકારાના દરેક આવા કેન્દ્ર પર 11 તારીખના રોજ આવા કેન્દ્રમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકો અને વાલી માટે ” પાલક પાલક સર્જન” કાર્યક્રમ આયોજન કરી બાળકોના છાપકામ, ચિકન કામ, કોલેજ કામ, ખાલી બોટલમાં પાણી રેતી કરાવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ દરેક આવા કેન્દ્ર પર બાળકોના વાલીઓ પંચાયતના સરપંચઓ ઉપસરપંચઓ સભ્યઓ વગેરે અગ્રણીઓ મહેમાન તરીકે હાજર રહેલ.
આઇ ડી સી એસ ઘટક ટંકારા કચેરીનો ઘટક કક્ષાનો કાર્યક્રમ સર્જન પર આ.વા. કેન્દ્ર પર કરવામાં આવેલ જેમાં આઇડીસીએસ શાખાના બાળ વિકાસ યોજના અધિકારી તેજલ દેકાવાડીયા, મુખ્ય સેવિકા રાજેશ્રીબેન પૂર્વ પ્રાથમિક શિક્ષણ કોર્ડીનેટર નુસરત બહેન સજનપર ગ્રામ પંચાયત સરપંચ હાજર રહેલ સમગ્ર કાર્યક્રમ આ.વા. વર્કર જોષી ચાંદની બહેન, પ્રભાબેન હેલ્પર, સરવૈયા જાના બહેન અને આશા વર્કર જયશ્રીબેનએ જહેમત ઉઠાવેલ.