ટંકારાના સજનપર ગામે વૃદ્ધનાં કપાસના પાકમાં નુકસાન કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલ શ્રી રંગઅવધુત નામની વાડીમાં ચાર શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશી કરી તોડફોડ કરી જમીનમાં કપાસના પાકમાં જે.સી.બી.થી નુકસાન કર્યું હોવાથી ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાકાનેર દિવાનપરા પાંજરાપોળની બાજુમાં રહેતા પંકજકુમાર દિવેશ્વરભાઈ ત્રિવેદી (ઉ.વ.૬૫) એ આરોપી પ્રવિણભાઇ નાથાભાઇ ધોડાસરા રહે. રાજકોટ ક્રિએશન કન્સલ્ટન્ટ, વિશ્વકર્મા કોમ્પલેક્ષ, ૧૫૦ ફુટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, હસમુખભાઇ વાઘજીભાઇ બોડા રહે.ટંકારા જી.મોરબી, જયેશભાઇ લાલજીભાઇ પટેલ રહે. સજનપર તા.ટંકારા, કિશોરભાઇ લવજીભાઇ પટેલ રહે. સજનપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૭-૨૦૨૩ ના રોજ ફરીયાદીની માલીકીની જમીન જે ટંકારા તાલુકાના સજનપર ગામની સિમમા સર્વે નં ૫૪૯, ૭૮૦ પૈકી ૩૧ તથા ૮૯૧ પૈકી ૨ વાળીમા આરોપીઓએ ગેરકાયદેસર વાડી જમીનમા પ્રવેશ કરી સર્વે નં. ૮૯૧ પૈકી ૨ વાળી વાડીમા રહેલ દરવાજો તેમજ સિમેંટ્પોલ તોડી નાખી નુકશાન કરેલ તેમજ સર્વે નં. ૭૮૦ પૈકી ૩૧ વાળી વાડી/જમીન મા કપાસના પાકમા બહાર થી જે.સી.બી બોલાવી તેના વડે નુકશાન કર્યું હોવાથી ભોગ બનનાર પંકજભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૪૭, ૪૨૭,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.