ટંકારાના સજનપર (ઘુ) ગામે વૃદ્ધને પાંચ શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી પાંચ શખ્સોએ વૃદ્ધને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે રહેતા હરજીભાઈ લીંબાભાઈ બરાસરા (ઉ.વ.૬૯) એ તેમના જ ગામના આરોપી અશોકભાઈ પ્રભુભાઈ બરાસરા, વિનોદભાઈ પ્રભુભાઈ બરાસરા, ભરતભાઈ પ્રભુભાઈ બરાસરા તથા પાર્થ અશોકભાઇ બરાસરા તથા મિલન અશોકભાઈ બરાસરા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી વિનોદભાઈને આજથી ત્રણ ચાર દિવસ પહેલા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને આડેધડ લાકડાના ધોકા વડે મારમારી ફરીયાદીને આરોપીએ કહેલ હવે પછી મારા ભાઈને કે પરિવારને કાંઈ બોલ્યો છો તો જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.