ટંકારાના સજનપર ગામે સગીરાએ ઝેરી દવા ગટગટાવી
ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં મગનભાઈ માવજીભાઈ જીવાણીની વાડીમાં ઝેરી દવા પી જતા સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં મગનભાઈ માવજીભાઈ જીવાણીની વાડીમાં રહેતા નીરાલીબેન પપ્પુભાઈ ડામોર ઉ.વ.૧૬વાળા કોઈ કારણસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન નીરાલીબેન નામની સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.