ટંકારાના સજ્જનપર ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ટંકારા તાલુકાના સજ્જનપર ગામની સીમમાં જડેશ્વર રોડ પર મચ્છુ મંદિરની સામે આવેલ આરોપીની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૪૦ કિં રૂ. ૯૦૦૦ નો મુદ્દામાલ ટંકારા પોલીસે જપ્ત કર્યો છે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજ્જનપર ગામની સીમમાં જડેશ્વર રોડ પર મચ્છુ મંદિરની સામે આવેલ આરોપી દિવલ ઉર્ફે દીવાન વરસીંગ મૈડા મૂળ ગામ ખાલટા જી.દાહોદ હાલ રહે. સજ્જનપર તા. ટંકારાવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૪૦ કિં રૂ. ૯૦૦૦ ના મુદ્દામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.