ટંકારાના રોહીશાળા ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયાં
ટંકારા: ટંકારા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં આવેલ વન વાળાપીરની દરગાહ પાછળ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં આવેલ વન વાળાપીરની દરગાહ પાછળ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સંજયભાઇ ચોથાભાઇ ટોયટા ઉ.વ.૪૫ રહે. રોહીશાળા ગામ તા.ટંકારા જી.મોરબી, નિલેશ ગંગારામભાઇ વાઘેલા ઉ.વ.-૩૧ રહે.રોહીશાળા ગામ તા. ટંકારા જી.મોરબી, ગોવીંદભાઇ કાનજીભાઇ વાઘેલા ઉ.વ.-૫૨ રહે.-રોહીશાળા ગામ તા. ટંકારા જી.મોરબી, કેરલાભાઇ રેમલીયાભાઇ મેહડા ઉ.વ.-૩૨ રહે. રોહીશાળા નોઘાભાઇ ટીડાભાઇની વાડીએ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૮૨૫૦ તથા એક્ટીવા મોટરસાયકલ -૦૧ કિં રૂ. ૧૫૦૦૦ મળી કુલ કિં રૂ.૨૩૨૫૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ દિનેશભાઇ રહે રાજકોટ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.