ટંકારાના ઓટાળા ગામે યુવક સહિતનાને આઠ શખ્સોએ માર મારતાં ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં યુવકને ખેતરમાં જવાનો રસ્તો આરોપીએ બંધ કરી દેતા યુવકે કેસ મામલતદાર કચેરીમાં કરેલ હોય જે બાબતનો ખાર રાખી એક જ પરીવારના યુવક સહિત ચાર સભ્યોને આઠ શખ્સો લોખંડના પાઇપ ધોકા વડે મારમારી લાયસન્સ વાળિ ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નિકુલભાઈ નરભેરામભાઈ ઘોડાસરા (ઉ.વ ૨૯) એ આરોપી રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા રહે. વાછકપર તા. ટંકારા તથા અજાણ્યા સાત શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૨-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીની જમીન ઓટાળા ગામની સિમમા આવેલ હોય અને ફરીયાદીની જમીનની નજીક બેચરભાઇની જમીન હોઈ જેઓએ પોતાની જમીન આરોપી રોહિતભાઈને વેચાણ આપેલ હોય અને ફરીયાદીને પોતાની જમીનામા જવાનો રસ્તો હોય જે રસ્તો આરોપી રોહિતભાઈએ બંધ કરી દેતા જે બાબતે ફરીયાદી તથા સાહેદોએ મામલતદાર કચેરીમા કેશ કરેલ હોય જે આરોપી રોહિતભાઈને સારુ નહી લાગતા તેઓએ ફરીયાદિ સહિત એક જ પરિવારના ચાર સભ્યો નરભેરામભાઇ છગનભાઇ ઘોડાસરા, નિકુંજભાઈ નરભેરામભાઇ ઘોડાસરા, કાનજીભાઈ છગનભાઇ ઘોડાસરા અને વિશાલભાઈ કાનજીભાઈ ઘોડાસરાને લોખંડના પાઇપ વડે મારમારી આરોપી રોહિતભાઈએ લાયન્સ વાળી ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.