ટંકારાના નેસડા (સુરજી) ગામે ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તે જગદીશભાઇ રાજકોટીયાની વાડીએ ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તે જગદીશભાઇ રાજકોટીયાની વાડીએ ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૮ કિં રૂ. ૩૮૦૦ તથા બીયર ટીન નંગ -૪૨ કિં.રૂ. ૪૨૦૦ મળી કુલ કિં રૂ. ૮૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી કલમસિંહ નગરસિંહ માવી (ઉ.વ.૧૯) રહે. નેસડા (સુરજી) જગદીશભાઇ રાજકોટીયાની વાડીએ તા. ટંકારાવાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.