ટંકારાના નેકનામ ગામેથી અપહરણ થયેલ બે સગીરવયના બાળકો સાથે આરોપીને શોધી કાઢતી પોલીસ
ટંકારા તાલુકાના નેકનામ ગામેથી અપહરણ થયેલ સગીર વયના બે બાળકો તથા અપહરણ કરનાર આરોપી મહિલાને શોધી કાઢવામાં વાંકાનેર પોલીસ વિભાગને સફળતા મળેલ છે.
ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા કેશરભાઇ જેઠાભાઇ બારીઆએ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ જાહેર કરેલ હોય જેમાં ગઇકાલના સવારના આશરે સાડા દસ વાગ્યાના સુમારે ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાંથી કાંતીભાઇ પટેલની વાડીએથી ફરીયાદીના સગીર વયના બાળક (૧) હાર્દિક ઉ.વ.૦૩ તથા (૨) વૈભવ ઉ.વ.૧.૫ વાળાઓને વાડીની ઓરડી પાસે રમતા હતાં તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમ દ્રારા બન્ને બાળકોનું અપહરણ થયેલ હોય જે અંગેની માહિતી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મળતા ગુન્હો રજીસ્ટર કરી તપાસના કામે વાંકાનેર વિભાગના પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી સ્ટાફ મોરબી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સી.સી.ટી.વી ફુટેઝ તથા હયુમન સોર્સીસના તથા ટેકનીકલ માહિતી મેળવી નેકનામ ગામ તથા મીતાણા ગામ તથા વાલાસણ ગામ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચેકીંગ તથા અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરતાં અપહરણ થનાર બંન્ને માસુમ બાળકો તથા અપહરણ કરનાર મહિલા આરોપીને સાથે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરીને ફરીયાદીને તેના સગીરવયના બંન્ને બાળકોને હેમખેમ શોધી સુપ્રત કરવામાં આવેલ છે.