ટંકારાના નેકનામ ગામે વૃદ્ધને આપી સાત શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે વૃદ્ધ તથા આરોપીઓ પેટ્રોલપંપમા સંચાલન કરતા હોય અને વૃદ્ધે પંપનો હીસાબ માગતા આરોપીઓને સારૂ ન લાગતા સાત શખ્સોએ વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને હાલ રાજકોટના શ્રોફ રોડ ઓમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૨૦૧ રુડા બિલ્ડીંગ સામે રહેતા અજીતસિંહ નાનભા ઝાલા (ઉ.વ.૬૮) એ આરોપી ધર્મેંન્દ્રસિંહ ઉફ્રે ટેપો જસુભા ઝાલા, ધનશ્યામસિંહ ભીખુભા ઝાલા, વિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા, અભીરાજસિંહ યુવરાજસિંહ ઝાલા, સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા રહે.બધા નેકનામ તા.ટંકારાવાળાઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે ગત તા. ૧૨-૦૬-૨૦૨૩ ના છેએક વાગ્યાના અરસામાં આરોપી પરાક્રમસિંહ તથા સહદેવ સિંહનાઓ ફરીયાદી તથા સાહેદના પેટ્રોલપંપમા સંચાલન કરતા હોઈ અને ફરીયાદીએ પંપનો હિશાબ માંગતા જે આરોપી પરાક્રમસિંહ તથા સહદેવસિંહને સારુ નહી લાગતા આરોપી ધર્મેન્દ્રસિંહ, ઘનશ્યામભાઈ, વિક્રમસિંહ, જીતેન્દ્રસિંહ, પરાક્રમસિંહ પંપ પર વારા ફરતી આવી ગાળો આપી પેટ્રોલપંપ બંધ કરવાની ધમકી આપી તથા આરોપી અભીરાજસિંહ તથા સહદેવસિંહએ સાહેદને પેટ્રોલપંપથી ટંકારા તરફ આવતા રસ્તામા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર અજીતસિંહ એ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૬(૨),૧૧૪મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
