Thursday, January 16, 2025

ટંકારાના મીતાણા ગામે મહિલા પર બે શખ્સોનો તલવાર વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના મીતાણા ગામે આરોપી શેરીમાં ગાળો બોલતા હોય જેથી મહિલાએ શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સોએ ઉશ્કેરાયા હતા અને મહિલાને તલવાર અને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા કેશરબેન ધનજીભાઈ પારધી (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી શૈલેષભાઈ નથુભાઈ પારધી તથા શૈલેષભાઈના માતા કેસરબેન વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સામાવાળા શેરીમાં ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં ફરીયાદીને ગાળો આપી આરોપી શૈલેષભાઈ એ વધુ ઉશ્કેરાઇ જઇ ફરીયાદિને તલવારનો ઘા માથામાં મારેલ તથા આરોપી કેસેરબેને ફરીયાદીને લાકડી વડે મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર