ટંકારાના મિતાણા ગામ નજીક ઈંગ્લીશ દારૂથી ભરેલ જીતો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઇરીગેશનના બંગલા પાસેથી ઈંગ્લીશ દારૂથી ભરેલ જીતો ગાડી સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઇરીગેશનના બંગલા પાસે આરોપી મોસીન રફીકભાઈ કડીયા રહે. મોરબીવાળા એ પોતાના કબ્જા ભોગવટાવાળી મહિન્દ્ર જીતો પ્લસ ગાડી રજીસ્ટર નંબર -GJ-36-V-4356 જેની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ વાળિમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯૨૦ કિં રૂ. ૧,૯૨,૦૦૦ તથા પાઉચ નંગ -૧૪૪૦ કિં રૂ. ૧,૪૪,૦૦૦ નો મુદામાલ જીતો ગાડીમાં હેરાફેરી કરી તથા આરોપી સાજીદભાઈ અલ્લારખાભાઈ લંજા ઉવ.૩૪ રહે. જંક્શનપ્લોટ રાજકોટ વાળો પોતાના હવાલાવાળી એસેન્ટ ગાડી રજીસ્ટર નંબર -GJ-03-CA-5768 કિં રૂ. ૧,૦૦, ૦૦૦વાળી લઇ પાયલોટીંગ કરી મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ તથા આરોપી મોસીન રફીકભાઈ કડીયા રહે. મોરબીવાળો પોતાની જીતો ગાડી મુકી નાશી ગયો હતો જ્યારે આરોપી સાજીદભાઈ અલ્લારખાભાઈ લંજા ઉવ.૩૪ રહે. જંક્શનપ્લોટ રાજકોટ વાળો તથા એસેન્ટ ગાડી, તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ જીતો પ્લસ ગાડી સાથે મળી કુલ કિં રૂ.૫,૯૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ટંકારા પોલીસે સ્થળ પરથી નાશી છુટેલા ઈસમને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.