ટંકારાના મીતાણા ગામે SRH &DC ની IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
ટંકારા: હાલમાં આઇપીએલ ટુર્નામેન્ટ શરૂ થવાની સાથે સટોડિયા પણ બજારમાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મીતાણા ગામે મોબાઈલમાં SRH &DC ની IPL ના લાઈવ મેચમાં રન ફેરનો સટ્ટાનો જુગાર રમતા એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઇસમોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના મીતાણા ગામે રામજી મંદિર વાળી ઉભી શેરીમાં જાહેરમાં SRH &DC ની IPL ના ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર મેચનું મોબાઇલ ફોનમાં ગુરૂ એપ્લિકેશન ઉપર લાઇવ ક્રિકેટ મેચનો સ્કોર બોર્ડ જોઈ લાઈવ પ્રસારણ ઉપર રન ફેરનો જુગાર રમી રમાડતા આરોપી કિશનભાઇ મગનભાઈ બસીયા (ઉ.વ.૨૭) રહે. મિતાણા તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ કિં રૂ.૧૧,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે જ્યારે પુછપરછ દરમ્યાન અન્ય બે ઇસમો સાગરભાઈ લાખાભાઈ બસીયા તથા વિક્રમભાઈ જેઠાભાઈ બસીયા રહે. બંને મિતાણા તા. ટંકારાવાળા નું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.