Monday, October 21, 2024

ટંકારાના મેઘપરઝાલા ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના મેઘપરઝાલા ગામની સીમમાં અજયસિંહ ઝાલાની વાડીની બાજુમાં હોકળાના કાંઠે ખૂલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના મેઘપરઝાલા ગામની સીમમાં અજયસિંહ ઝાલાની વાડીની બાજુમાં હોકળાના કાંઠે ખૂલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૩૪ રહે. મેધપરઝાલા તા.ટંકારા, નંદલાલભાઇ કેશવજીભાઇ સવસાણી ઉ.વ.૬૦ રહે. હીરાપર તા. ટંકારા રમણીકલાલ હરજીવનભાઇ રામાનુજ ઉ.વ.૬૨ ધંધો રહે. ટંકારા સરદારનગર સોસાયટી તા. ટંકારા, સહદેવસિંહ ચંદુભા જાડેજા ઉ.વ.૫૧ રહે. પડધરી બસ સ્ટેશન સામે વાલજીભાઇપાર્ક સોસાયટી, વલ્લભભાઇ રામજીભાઇ તરપદા ઉ.વ.૪૫ રહે. મોવૈયા તા.પડધરી જી.રાજકોટવાળાને રોકડા રકમ રૂપિયા ૫૦૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર