ટંકારાના લજાઈ ગામેથી રીક્ષા ચોરી જનાર બે ઈસમો ઝડપાયા
ટંકારા તાલુકાના લજાઇ ગામેથી રાત્રીના સમયે રીક્ષા ચોરી કરનાર બે ઇસમોને સી.એન.રીક્ષા કી.રૂ. ૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ટંકારા પોલીસને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારાના લજાઈ ગામેથી ચોરીમાં ગયેલ સી.એન.જી. રીક્ષા નંબર- GJ-36-U-8976 વાળી કોઇ ચોર ઇસમો હંકારી રાજકોટ થી મોરબી તરફ જતા હોવાની બાતમીના આધારે વોચ તપાસમાં હોય તે દરમ્યાન બે ઇસમો ચોરીમાં ગયેલ રીક્ષા નંબર- GJ-36-U-8976 વાળી સાથે મળી આવતા જે રીક્ષાના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં રીક્ષાના આર.ટી.ઓ નંબર સર્ચ કરી જોતા રીક્ષા હાર્દીકભાઇ મહેશભાઇ સેરસીયા રહે. મોરબી વાવડી રોડ, ભુમિટાવર કેનાલ રોડ, નાની વાવડી સીધ્ધી વિનાયક સોસાયટી શેરી નં-૦૨ વાળાના નામે હોય જે રીક્ષા બાબતે ખાત્રી તપાસ કરતા ટંકારા પોલીસ સ્ટેશનમા ચોરીમાં ગયેલ હોવાનુ જણાઇ આવતા બન્ને ઇસમોની સઘન વધુ પુછપરછ કરતા રાત્રીના લજાઇ ગામેથી ચોરી કરેલાની કબુલાત આપતા બન્ને ઇસમો મુકેશભાઇ અરજણભાઇ ગુજરાતી ઉ.વ.૪૦ રહે. મુળ- પેઢલા સામા કાઠે તા.જેતપુર જી.રાજકોટ તથા અર્જુનભાઇ જયંતીભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે. રાજકોટ ઢેબર રોડ વિજય પ્લોટ-૨૫ ભાડલા પેટ્રોલ પંપ સામે તા.જી. રાજકોટવાળાને ઝડપી પાડી આરોપી પાસેથી સી.એન.જી. રીક્ષા નંબર- GJ-36-U-8976 કિ.રૂ. ૧,૫૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.