ટંકારા લજાઈ ગામે ગાયોના લાભાર્થે શનીવારે નાટક અને કોમિક ભજવાશે
ટંકારા: ઈ.સ. 1967માં ટંકારાના લજાઈ ગામના ગાયોના ગોંદરે થયેલા સંકલ્પ- અમારી ગાય કતલખાને કદી ન જાય અંતર્ગત નિરાધાર અંધ-અપંગ ગાયોના લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 5 ઓક્ટોબરને શનિવાર રોજ રાત્રે 10 કલાકે લજાઈ ગામના ગાયોના ગોંદરે સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા મહાન ઐતિહાસિક નાટક કૃષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ અને સાથે હાસ્ય રસિક કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.