ટંકારાના લજાઈ ગામે ચાર શખ્સોનો વૃદ્ધ મહિલા પર લાકડાના ધોકા વડે હુમલો
ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા વૃદ્ધ મહિલાના પૌત્રને આરોપી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને વૃદ્ધે લગ્ન કરવાની ના પાડતા સારૂ ન લાગતા ચાર શખ્સોએ વૃદ્ધ મહિલા અને સાહેદને લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઈ ચાવડા (ઉ.વ.૬૦) એ આરોપી યુવતી, સુરેશભાઈ હીરાભાઈ ચૌહાણ, સવિતાબેન હીરાભાઈ ચૌહાણ તથા મીલન પોપટભાઈ જાદવ રહે બધા મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પૌત્ર રાહુલને આરોપી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને ફરીયાદી તથા સાહેદ આરોપી યુવતીને લગ્ન કરવાની ના પાડતા તેને સારૂ નહી લાગતા આરોઓએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી તથા ફરીયાદી તથા સાથી અમૃતભાઇને ધોકા વડે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.